પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ :

ll જય સિયારામ ll

દિનાંક ૧૩મે થી ૨૧મે દરમિયાન GIFT CITY ગાંધીનગર ખાતે આયોજિત, શિક્ષકોને સમર્પિત ‘માનસ-આચાર્ય’ રામકથામાં, વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે દિનાંક ૨૦ મે ૨૦૨૩ને શનિવારના રોજ ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ‘ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા અને અન્ય ન્યાસીઓ તેમજ ‘ભાષા મારી ગુજરાતી’ના તંત્રી શ્રી દીપક પંડ્યા અને અન્ય સંપાદકગણ તથા માતૃભાષાપ્રેમી સાધકો તેમજ રામકથાપ્રેમી ભાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

સૌને વંદન અને અભિનંદન …
🌷🙏🏻