માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં શબ્દ, ભાવ, સૂર, તાલ અને લયના પંચામૃત સમો “અમે ગુજરાતી’અસ્મિતામિલન કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાઈ ગયો. ૨૦૦થી વધારે મહાનુભાવો પદાધિકારીઓ,લેખકો અને કવિઓની ઉપસ્થિતિ પ્રોત્સાહક રહી હતી.
પ્રાર્થના અને દીપપ્રાગટ્ય બાદ નારાયણભાઈ મેઘાણીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રતિષ્ઠાનના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહાએ જણાવ્યું કે સારા માણસ બનાવવા માટે માતૃભાષા ખૂબ જરૂરી છે. ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહે પ્રતિષ્ઠાન દ્વારા થતા વિવિધ લક્ષ્યો અને કાર્યક્રમોથી અવગત કરાવ્યા હતા. મંત્રી લાભશંકર જોશી , સહમંત્રી જય ઓઝા અને ન્યાસી કિશોરભાઈ જિકાદરાએ મુખ્ય મહેમાનોનો અને ન્યાસીઓનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન,લેખક અને તત્ત્વચિંતક સુભાષભાઈ ભટ્ટ અને સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિરંજન પટેલે માતૃભાષાનું મહિમાગાન કર્યું હતું.
કાર્યક્રમમાં “ભાષા મારી ગુજરાતી” એ નામનું ત્રિમાસિક મુખપત્ર મહાનુભાવોના વરદ હસ્તે લોકાર્પિત થયું. એનું વાર્ષિક લવાજમ ₹ ૧૦૦ છે. ફેબ્રુઆરી, મે, ઑગસ્ટ અને નવેમ્બરની ૨૧ મી તારીખે પ્રકાશિત થશે. ૨૧ નવેમ્બરનો અંક દિવાળીના વિશેષાંક તરીકે પ્રકાશિત થશે.
ભાષાસજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન એમ ત્રિવિધ લક્ષ્યને પરિપુષ્ટ કરતું ગરવી ગુજરાતીનું સાહિત્ય એમાં સમાવિષ્ટ કરાશે.
સહમંત્રી સ્વાતિબા રાઓલ, ન્યાસી પ્રવીણભાઈ વઘાસિયા દીપકભાઈ પંડ્યા,હેમેન્દ્રભાઈ દવે એ કાર્યક્રમ માટે સુચારુ વ્યવસ્થા કરી માર્ગદર્શન આપ્યું હતું.
ડો.પ્રવીણભાઈ વાટલિયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો.અશ્વિનભાઈ આણદાણીએ કર્યું હતું. ભરૂચની નારાયણ વિદ્યાવિહારની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ભાતીગળ વિરાસતને ઉજાગર કરી હતી.
– એલ.વી.જોશી
Recent Comments