બોટાદ જિલ્લામાં થયેલો એક પ્રભાવી કાર્યક્રમ
———————–
૩૧ ડિસેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુળમાં પૂજ્ય સ્વામી શ્રી માધવસ્વરૂપદાસજીની નિશ્રામાં એક કાર્યક્રમ યોજાયો જેમાં આજીવન નિષ્ઠાવાન શિક્ષક અને માતૃભાષાના પરમ ઉપાસક એવા શ્રી ઉમાકાન્તભાઈ રાજ્યગુરુ દ્વારા “કુંવરબાઈનું મામેરું” આખ્યાન પ્રસ્તુત થયું.
આ કાર્યક્રમનું વૃત્ત બોટાદ જિલ્લાના સંયોજક શ્રી પ્રવીણભાઈ ખાચરના શબ્દોમાં…
— હર્ષદ પ્ર. શાહ
———————–
સૌ પોતાની સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત છે ત્યારે આપણી માતૃભાષાની ખેવના માટે જીવ રેડી સતત કાર્યરત માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને આ શ્રેષ્ઠતમ સંસ્થાના વાહક,ચાહક,અને સંવાહક એવા પરમ આદરણીય શ્રી હર્ષદભાઈ શાહસાહેબની પ્રેરણા થકી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદમાં આદરણીય પૂજ્ય શ્રી માધવસ્વરુપદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દિવ્ય સેમિનાર યોજવામાં આવ્યો…જેનો વિષય હતો…….

” ભાષાના પાયાની સજ્જતા – વ્યાકરણ શિક્ષણ”

અને…

આપણી વિસરાતી આખ્યાન કલાને જીવંત રાખવા યત્નકર્તા વિદ્વાન અને ગુજરાત શિક્ષણજગતનું અણમોલ રત્ન માણભટ્ટ શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુના કંઠે નરસિંહ ચરિત સાથે …

” કુંવરબાઈ‌નું મામેરું” આખ્યાન

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
-ઉમાશંકર જોશી

આપ સૌને જણાવતાં ખૂબ આનંદ થાય કે સમગ્ર ગુજરાતમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” નામની સંસ્થા માતૃભાષાનાં વ્યાપ અને ખેવના માટે અદ્ભુત પ્રયત્નો કરી રહી છે ત્યારે ભારતીય ગુરુકુળ પરંપરાને જીવંત રાખી શિક્ષણનું ધામ બનેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદના પરમ પૂજય શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજીના આશીર્વાદ સાથે ગુજરાતી ભાષાની સજ્જતા બાળકો, ગુરુજનો અને સર્જકોમાં કેળવાય એવા ઉમદા આશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદના પરિસરમાં ૩૦૦ ++ વિધાર્થીઓ (૧૦ થી ૧૨ અને કોલેજ કક્ષાના, બી.એડ્ અને નર્સિંગના) સાથે બોટાદ જિલ્લાના સારસ્વતો અને મહાનુભાવોની વિશાળ હાજરી સાથે દિવ્ય સેમિનાર સંપન્ન થયો…..આ અવસરને મૂલવવા કોઈ શબદ નથી ….મોજ મોજ ને મોજ…..ગૌરવ….પોરહ…ગુજરાતી હોવાનો…..

પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ

પરમ પૂજ્ય શ્રી માધવસ્વરુપદાસજી સ્વામી
પરમ પૂજ્ય શ્રી આનંદસ્વરુપદાસજી સ્વામી
પરમ પૂજ્ય શ્રી ભજન સ્વામી
(પ્રેરક,સંચાલક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, બોટાદ)

સેમિનારના વક્તાશ્રી

ગુજરાત સાહિત્ય જગતનું અણમોલ રત્ન, વિદ્વાન, પ્રસિદ્ધ ભાષાવિદ અને માણભટ્ટ શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ

કાર્યક્રમ સંચાલન

શ્રી પ્રવીણભાઈ એલ.ખાચર
શ્રેષ્ઠ સ્ટેજ સંચાલકશ્રી અને સંયોજક શ્રી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન બોટાદ જિલ્લા)

૩૧ ડિસેમ્બરની રાત્રીએ લોકો હની સિંહ અને બાદશાહના અશ્લીલતા ભર્યાં ગીતોમાં મદહોશ હતા ત્યારે બોટાદ ગુરુકુળના પરિસરમાં — ભગવાન કૃષ્ણને જેના સાદ પડતાં બાવન વખત વૈકુંઠ છોડી ઉધાડા પગે દોડી દર્શન દેવા આવવું પડેલું…એ નરસિંહ ચરિતને વાગોળતાં વાગોળતાં વિસરાતી સંસ્કૃતિના ભવ્ય વારસાસ્વરૂપ આખ્યાનતત્ત્વને બોટાદના લોકો ઉજાગર કરી રહ્યા હતા……આ છે આપણી સંસ્કૃતિ…આ છે આપણો ભવ્ય વારસો…આ છે આપણું ભવ્ય ભારત જ્યાં આવાં અસંખ્ય ગુરુકુળોમાં સંસ્કાર સાથે શિક્ષણ મળી રહ્યું છે….

જય જય ગરવી ગુજરાત