દિનાંક : ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ બુધવારે, કોસંબા-સુરત ખાતે આવેલી P P SAVANI UNI.માં કુલપતિ ડૉ. પરાગભાઈ સંઘાણીના નિમંત્રણથી, તજજ્ઞ વ્યાખ્યાન આપવા નિમિત્તે જવાનું થયું.
૧૨૫ એકર જમીનમાં સુવિકસિત આ ખાનગી યુનિવર્સિટીની સાત વિદ્યાશાખાઓમાં ૬૦ પ્રોગ્રામ્સનું શિક્ષણ ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ૩૦૦ જેટલા સજ્જ અધ્યાપકો પાસેથી પ્રાપ્ત કરી રહ્યા છે.
વર્ષ ૨૦૧૭થી આરંભી આજે ૨૦૨૩ એમ માત્ર છ વર્ષમાં આ યુનિવર્સિટીએ ગુણવત્તાસભર શિક્ષણ સંદર્ભે દેશ-વિદેશમાં પોતાની જે નામના મેળવી છે તેને કારણે હાલમાં ૩૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ આ યુનિ.માં પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે.
યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. પરાગભાઈ સંઘાણી તથા અધ્યાપકમિત્રોના અવિરત પુરુષાર્થ થકી યુનિવર્સિટી સાચા અર્થમાં વિદ્યાધામ બની છે.
સૌને વંદન અને અભિનંદન …
Recent Comments