‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા વર્ષ 2019નો શિક્ષક શ્રેણી પુરસ્કાર ભાવનગર-તળાજાના ગુજરાતી ભાષા અને વ્યાકરણના જ્ઞાતા એવા શ્રી ઉમાકાન્તભાઈ રાજ્યગુરુને આપવામાં આવ્યો. આ કાર્યક્રમ 24 ફેબ્રુઆરી 2019ના રોજ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન’ ના સભાખંડમાં યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ ‘ગાંધીનગર સમાચાર’ ના તંત્રી શ્રી કૃષ્ણકાંત જહાના અધ્યક્ષપદે યોજવામાં આવ્યો હતો. અતિથિવિશેષ તરીકે જાણીતા કવિ અને સાહિત્યકાર શ્રી માધવ રામાનુજે સ્થાન શોભાવ્યું હતું.