તારીખ : ૨૮-૧૧-૨૦૨૨ ના રોજ શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગર ખાતે ગુજરાતી ભાષા ગૌરવાન્વિત થાય તે માટે પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઈ શાહ તેમજ શ્રી લાભશંકર જોશી (જૂનાગઢ ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ ૧૧ અને ૧૨ સંસ્કૃત પાઠ્યપુસ્તકના લેખક હોવાના નાતે જોશીસાહેબે વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષયમાં શ્રેષ્ઠ ગુણ કઈ પ્રયુક્તિથી પ્રાપ્ત કરી શકાય એ અંગેનું પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતી ભાષાનું ગૌરવ નિર્માણ થાય અને ગુજરાતી શુદ્ધ રીતે લખી, વાંચી અને બોલી શકાય તે માટે વર્ણમાળા અને જોડણી અંગેનું સુંદર અને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ શ્રી એસ.એસ.પટેલ, સુપરવાઈઝર નરેશભાઈ પટેલ, જોશીસાહેબ, સી. આર. પટેલ, જે. કે. લુણેશિયા, ફાલ્ગુનીબેન ભગોરા, કેયૂરભાઈ ઉપાધ્યાય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા.