દિનાંક ૦૮-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ના સંયુક્ત ઉપક્રમે ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળામાં ‘દર્શનમ્’ સંસ્કૃત સંસ્થાનના ૫૦ જેટલા ઋષિકુમારો અને ૩૦ જેટલા શિક્ષકો અને માતૃભાષાપ્રેમીઓ અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને કચ્છમાંથી ખાસ ઉપસ્થિત રહીને જોડાયા હતા.

વિષય : જોડણી અને છંદશિક્ષણ
વક્તા : (૧) શ્રી હર્ષદભાઈ શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન પૂર્વ કુલપતિશ્રી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર

વક્તા : (૨) પ્રાધ્યાપક ડૉક્ટર અશ્વિનભાઈ આણદાણી ડી. સી. એમ. કૉલેજ, વિરમગામ અને સંયોજક ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’, અમદાવાદ

પૂજ્ય શ્રી યજ્ઞવલ્લભસ્વામીએ મહાનુભાવોનું અને સર્વેનું સ્વાગત તેમજ સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. સમગ્ર કાર્યશાળાનું સુચારુ સંચાલન અને સંસ્થાદર્શન ભાઈ શ્રી તેજસ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સૌ ભોજનપ્રસાદ ગ્રહણ કરીને સંસ્થા અને કાર્યશાળાની સુવાસ લઈને છૂટા પડ્યાં હતાં.