‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ અને શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ધંધુકા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૩ ને સોમવારે જોડણી અને છંદવિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંયોજક અને BRC કો-ઓર્ડિનેટર તેમજ ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના અમદાવાદ જિલ્લાના સહસંયોજક શ્રી રઘુવીરસિંહ ચુડાસમા દ્વારા આવકાર આપવામાં આવ્યો અને કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.
જોડણી વિશે માનનીય શ્રી હર્ષદભાઈ શાહે વિગતે વાત કરી હતી. છંદના પઠન અને ગાયન અંગે પ્રાધ્યાપક અશ્વિનભાઈ આણદાણીએ નિદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યશાળામાં બોટાદ જિલ્લાના સંયોજક અને જાણીતા ઉદ્ઘોષક શ્રી પ્રવીણભાઈ ખાચર બોટાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. CRC કો-ઓર્ડિનેટર, માતૃભાષા ભણાવી રહેલ ૪૦ જેટલા શિક્ષક ભાઈબહેનો અને માતૃભાષાપ્રેમીઓ, ગુરુકુળના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ અને ધંધુકા કૉલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો એમ મોટી સંખ્યામાં લોકો કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘોષણા શ્રી તુષારભાઈ વ્યાસે કરી હતી. સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજીના આશીર્વાદ અને આતિથ્યના સૌ સાક્ષી બન્યા એનો આનંદ છે. ગુરુકુળના વિદ્યાર્થીઓની શિસ્ત અને સંસ્કાર તેમજ પવિત્ર વાતાવરણ સૌને સ્પર્શી ગયાં.
Recent Comments