મ.લા.ગાંધી કેળવણી મંડળ સંચાલિત આટૃર્સ કોલેજ મોડાસામાં માતૃભાષા સંરક્ષણ, સંવર્ધન અને સજ્જતા વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન કેન્દ્ર, ગુજરાત રાજયના ઉપાધ્યક્ષ શ્રી, હર્ષદભાઈ શાહ (પૂર્વ ઉપકુલપતિ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર) તેમજ મંત્રી શ્રી લાભશંકર જોશી (જૂનાગઢ) ઉપસ્થિત રહયા હતા. પ્રિન્સિપાલ ડૉ. દીપકભાઈ જોશીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. ઉપસ્થિત બંને ભાષા તજ્જ્ઞશ્રીઓએ માતૃભાષાનું મહત્ત્વ અને માતૃભાષાનું જતન કઈ રીતે કરી શકાય તે વિષય પર હળવી શૈલીમાં સંવાદાત્મક વાર્તાલાપ કર્યો હતો. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના મિશ્રણથી કેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય છે તેના ઉદાહરણો આપી વાર્તાલાપને રસપ્રદ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન કેન્દ્ર-અરવલ્લી જિલ્લાના સંયોજક ડૉ. પ્રવીણભાઈ વાધેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સહસંયોજક ડૉ.વસંત ગાવિતે કર્યું હતું. આભાર દર્શન ગુજરાતી વિભાગના વિભાગીય અધ્યક્ષ ડૉ. મરીનાબેન ચૌહાણે કર્યુ હતું. આ પ્રસંગે પ્રા.જી.એમ.ચૌધરી, કવિ પ્રભુપહાડપૂરી સહિત અન્ય સાહિત્યરસિકો, કોલેજના સમગ્ર સારસ્વત મિત્રો તેમજ ૩૦૦ થી વધારે વિધાર્થીઓ ઉપસ્થિત રહી વ્યાકરણ શિક્ષણ મેળવ્યું હતું.
Recent Comments