નમસ્કાર મિત્રો,
૨૩/૧૨ અને ૨૪/૧૨ મારો ભાષાપ્રવાસ દક્ષિણ ગુજરાતમાં બે જગ્યાએ થયો…નવસારી અને વાપી.

એની થોડી જાણકારી આપી રહ્યો છું.

નવસારી
———-
ગઈ કાલે(૨૩/૧૨), વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સાથે સંલગ્ન વિદ્યાલય – “શ્રી સરસ્વતી વિદ્યાલય”માં સવારે ૮.૩૦ થી સાંજે ૪ વાગ્યા સુધી ભાષાની કાર્યશાળા યોજાઈ, જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૩૦ આચાર્યો (શિક્ષકો) સહભાગી થયા.

આ કાર્યશાળામાં વર્ણમાળા, સ્વર, વ્યંજન, જોડાક્ષર અને અનુસ્વાર જેવા વિષયોનું શિક્ષણ થયું.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો.

આ કાર્યક્રમનું આયોજન વિદ્યાલયના પ્રમુખ ન્યાસી શ્રી કાંતિભાઈ પાંચોટિયા અને પ્રધાનાચાર્ય શ્રીમતી જાગૃતિબહેન પટેલ દ્વારા થયું.

એનું ચિત્રમય દર્શન અલગથી મૂક્યું છે.

 

વાપી
—–
આજે (૨૪/૧૨) વાપી સ્થિત “પુરુષ અધ્યાપન મંદિર”માં સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી D.El.Ed. (PTC)માં અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થીઓ અને એમના ૬ અધ્યાપક મિત્રો સમક્ષ “માતૃભાષાનો મહિમા” તથા ૫૦ શબ્દોની એક કસોટી કરાવીને વિવિધ નિયમોની સમજણ આપી.

દક્ષિણ ગુજરાતના વિવિધ આદિવાસી ક્ષેત્રના આ ૩૦ વિદ્યાર્થીઓ સમક્ષ ભાષાશિક્ષણ કરવાનો મારો આ વિશિષ્ટ અનુભવ રહ્યો.

આ કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લાના સહસંયોજક શ્રી શૈલેષભાઈ પટેલ અને સંસ્થાના આચાર્ય મહોદય શ્રી કિરણભાઈ પટેલ દ્વારા થયું.

એનું ચિત્રમય દર્શન અલગથી મૂક્યું છે.

સમગ્ર અનુભવ એવો રહ્યો કે ભાષાના જાણકાર કાર્યકર્તાઓના પ્રવાસ અને પ્રત્યક્ષ શિક્ષણથી જ ભાષાપ્રીતિ જગાડવી સંભાવના છે.

મારી અપેક્ષા અને વિનંતી ભાષાપ્રશિક્ષકોને કે, વધુમાં વધુ પ્રત્યક્ષ શિક્ષણના ઉપક્રમો યોજો.

હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

દિનાંક : ૨૪.૧૨.૨૦૨૨
બારડોલી