નમસ્કાર.
૦૪/૦૧/૨૩ “સ્નાતક અધ્યાપન મંદિર”, ગાંધી વિદ્યાપીઠ, વેડછી(જિ. તાપી)માં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” દ્વારા એક સરસ સેમિનાર યોજાઈ ગયો.
B.Ed. ના ૯૩ વિદ્યાર્થીઓ આ ગોષ્ઠિમાં સહભાગી થયા.
મેં સવારે ૧૦.૩૦ થી સાંજે ૪.૩૦ સુધી વર્ણમાળા, સ્વર, વ્યંજન, જોડાક્ષર અને શબ્દકસોટી જેવા પાયાના વિષયોનું રસપ્રદ ઉદાહરણો સહિત વિદ્યાર્થીઓનું ભાષાશિક્ષણ કર્યું.
ગાંધી વિદ્યાપીઠનાં સેક્રેટરી ડૉ. અંજનાબહેન ચૌધરી અને ગુજરાતી વિષયનાં પ્રાધ્યાપિકા બહેન ડૉ. ભાવનાબહેન દવેએ ખૂબ ઉત્સાહથી આ ગોષ્ઠિનું આયોજન કર્યું, જેમાં સંપૂર્ણ શૈક્ષણિક સ્ટાફ પણ સહભાગી થયો.
પ્રકૃતિનું વરદાન પામેલા આ સુંદર પરિસરમાં યોજાયેલો કાર્યક્રમ ખૂબ રસપ્રદ અને ફળદાયી રહ્યો.
વિદ્યાર્થીઓએ પણ જિજ્ઞાસાપૂર્વક અનેક પ્રશ્નો પૂછીને એનું સમાધાન મેળવ્યું અને વખતોવખત આવી રીતે કાર્યક્રમ યોજાતા રહે એવી ઇરછા પ્રગટ કરી.
આ કાર્યક્રમનું ચિત્રમય દર્શન અત્રે આપ્યું છે.
ધન્યવાદ.
— હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
Recent Comments