માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, બારડોલી
૧૮મી જુલાઈ, ૨૦૨૬
શનિવાર
————————
તારીખ અઢારમી જુલાઈ, ૨૦૨૬ ને શનિવારના રોજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, બારડોલીની નવમી કાર્યશાળા શ્રી સરસ્વતી શિશુમંદિરના આંગણે યોજાઈ ગઈ.
આજની કાર્યશાળાનો વિષય છંદશિક્ષણ હતો. જેમાં ગાયનશૈલીના માધ્યમથી છંદની ઓળખ અને શિક્ષણકાર્ય છંદશિક્ષણના ગુજરાતના નામાંકિત વક્તા ડૉ. પ્રવીણ સલિયા દ્વારા કરવામાં આવ્યું. ભાષાપ્રેમીઓએ સતત બે કલાક રસતરબોળ થઈ છંદની દુનિયામાં વિહાર કર્યો હતો. પ્રાચીન છંદોથી લઈને હાલમાં પ્રચલિત છંદોનો ક્રમશઃ પરિચય આપવામાં આવ્યો હતો તેમજ ગુજરાતીમાં લખાયેલ કાવ્યોનાં ઉદાહરણો રજૂ કરવામાં આવ્યાં હતાં. શિક્ષકસજ્જતાના ઉદ્દેશ્યથી ખાસ માધ્યમિક કક્ષાએ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ રચનાઓને ગાયન દ્વારા રજૂ કરી શિક્ષકોને પ્રશિક્ષિત કર્યા હતા.





પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ શ્રી હર્ષદ શાહ દ્વારા આગામી કાર્યશાળાના આયોજન અને નિયમિતતા અંગે ટકોર કરી કાર્યશાળાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
આ કાર્યશાળામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકો, અધ્યાપકો અને ભાષાપ્રેમીઓ મળી કુલ ૫૩ ભાષાસાધકો સહભાગી થયા.
વૃત્તલેખન :
———-
શ્રી અશ્વિનભાઈ અવૈયા
અધ્યાપક
કાછલ બી. એડ. કૉલેજ
જિ. સુરત

Recent Comments